સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન થયું છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજિક અને પર્યાવરણ સંબંધી પ્રવૃત્તિ માટે ગૌરવરૂપ શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે આયોજન થયું છે.
ગુરુવાર તા.૧૦ ગુરુપૂનમ પ્રસંગે સવારે સંત ગોપાલગીરીબાપુની પૂજન વંદના વિધિ અને બાદમાં મહાપ્રસાદમાં ભાવિક સેવકો જોડાશે.
ગુરુપૂર્ણિમા પ્રસંગે વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે, સૌને દર્શન પૂજા તથા મહાપ્રસાદ માટે ભાવભર્યું આમંત્રણ પાઠવાયેલ છે.