થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથિઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર એને રોકવાને બદલે માત્ર મુક પ્રેક્ષક બની રહી છે એને રોકવા માટે આજે હિન્દુ હિત રક્ષા સમિતિ થરાદ સરકારને વિનંતી કરે છે કે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવીને હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ અને ભાઈચારો બની રહે તે માટેની માંગણી કરી આજરોજ પ્રાંત અધિકારીશ્રી થરાદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે થરાદ નગર અને આજુબાજુ માંથી વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અને પુ.સંતો અને વિવિધ હિંદુ સંગઠનો ઉપસ્થિત રહયા અને આવેદનપત્ર આપવામાં આવ્યું.હતું.