મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. શિવરાજના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ તેમને મળવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેઓ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી હતી. શિવરાજે તેમને ગળે લગાવી. આ દરમિયાન પૂર્વ સીએમ પણ ભાવુક થઈ ગયા હતા.
વીડિયોમાં જોઈ શકાય કે, મહિલાઓ પૂર્વ સીએમને કહી રહી છે કે, ભૈયા મત જાઓ. તેના પર શિવરાજ સિંહે કહ્યું કે હું ક્યાંય નથી જઈ રહ્યો. મહિલાઓ ત્યારબાદ કહ્યું કે, અમે તમારી સાથે છીએ અમે તમને નહીં છોડીશું. અમે તમને વોટ આપ્યો હતો. બહેનોએ તમને ચૂંટ્યા છે ભાઈ.
#WATCH | Bhopal: Former Madhya Pradesh Chief Minister and senior BJP leader Shivraj Singh Chouhan meets women supporters.
(Source: Shivraj Singh Chouhan's office) pic.twitter.com/oWlHYUYlpJ
— ANI (@ANI) December 12, 2023
સોશિયલ મીડિયા પર શિવરાજ સિંહનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિવરાજ સિંહ ચૌહાણને મળવા માટે કેટલીક મહિલાઓ તેમના આવાસ પર પહોંચે છે. આ મહિલાઓ શિવરાજ સિંહ ચૌહાણના સીએમ ન બનવા પર દુ:ખી થઈ ગઈ અને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી. શિવરાજ સિંહે તેમને ગળે લગાવીને તેમને સંભાળવાનો પ્રયત્ન કર્યો.
બીજેપીએ મોહન યાદવને સોંપી કમાન
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. ભાજપે 230માંથી 163 બેઠકો જીતી છે. ભાજપે એમપીમાં સીએમ ચહેરાનું એલાન નહોતું કર્યું. ત્યારબાદ આવી સ્થિતિમાં સોમવારે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ ચહેરાનું એલાન કરવામાં આવ્યુ હતું.
શિવરાજ સિંહ ચૌહાણે મોહન યાદવનું નામ આગળ કર્યું. તમામ ધારાસભ્યોએ આ અંગે સંમતિ આપી હતી. ત્યારબાદ બીજેપીએ સીએમ ચહેરા તરીકે મોહન યાદવના નામનું સત્તાવાર એલાન કર્યું હતું. શિવરાજે રાજ્યપાલ મંગુભાઈ પટેલને પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. ત્યારબાદ મોહન યાદવે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.