બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન, ભોજન અને ભાગવત કથાનો લાભ મળી ગયો. અહીંયા મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા,ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનાં ભવ્ય આયોજનમાં ભજન સંતવાણીનાં ત્રણ કાર્યક્રમો યોજાઈ ગયાં.
મહંત રામબાપુનાં સાનિધ્યમાં શનિવાર તા.૧૫, સોમવાર તા.૧૭ તથા બુધવાર તા.૧૯ દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં.
પોપટભાઈ માલધારીનાં પ્રભાવી સંચાલન સંકલન સાથે અહીંયા પરષોત્તમપુરી ગોસ્વામી, દેવાયતભાઈ ખવડ, દીપાલીબેન ગઢવી, માનસીબેન ભરવાડ, હરસુખગિરી ગોસ્વામી, માયાભાઈ આહિર, ગોપાલભાઈ સાધુ, પુરીબેન રબારી, શ્રી માયાબેન ભરવાડ, રાજભા ગઢવી, જીગ્નેશભાઈ બારોટ, બિરજુભાઈ બારોટ, દિવ્યાબેન ભરવાડ, મિત્તલબેન રબારી, રાજલબેન ભરવાડ સહિત નામી અનામી કલાકારો દ્વારા પોતાની ભજન, લોકગીત અને લોકસાહિત્યની સુંદર પ્રસ્તુતિ કરી હતી.