થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો
ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગોસ્વામી સ્વ સીતાબા વિક્રમ સવંત ૨૦૮૧ માગસર વદ આઠમ ને સોમવાર તારીખ-૨૩ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ દેવલોક પામ્યા હતા જેથી સુપુત્ર બાબુપુરી માનપુરીજી ગોસ્વામી દ્વારા માતુશ્રીના દિવ્ય આત્માના મોક્ષ અર્થે બારમા દિવસે વિક્રમ સંવત ૨૦૮૧ પોષ સુદ ચોથને શુક્રવાર તારીખ- ૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ થરાદ- ૧ થરાદ -૨ દશનામ ગોસ્વામી સમાજ બે પરગણા તેમજ ભાપી ગોસ્વામી પરિવારના સમસ્ત સગાતેડાનો ભંડારા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
મહંતશ્રી રેવાપુરી બાપજી આસોદર,
મહંતશ્રી નાગરવનજી બાપુ કરબુણ, મહંતશ્રી કસ્તુરપુરી બાપજી કાસવી,
મહંતશ્રી હરિનાથ બાપજી શેણલ માતાજી ધામ માંગરોળ, સ્વામીશ્રી સોમપુરીજી બાપજી ભાચર, ચેલારામજી રાજેશ્વર ભગવાન મંદિર મોટા મેસરા સહિત દશનામ ગોસ્વામી સમાજ મહાત્માઓ તેમજ બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, થરાદ ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રૂપસીભાઈ પટેલ તેમજ ભાપી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના સેવકગણ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા
માતુશ્રીના દિવ્ય આત્માના મોક્ષ અર્થે કરવામાં આવેલ ભંડારા મહોત્સવમાં આવેલ દરેક ગોસ્વામી મહેમાનોને લાંણી સ્વરૂપે કાંસીના ત્રાસળાઓની ભેટ આપવામાં આવી હતી તદુપરાંત ગોસ્વામી સમાજ ભવન છાત્રાલય મારૂતિ ધામ ખાતે સમાજના વિધાર્થી બાળકોના શિક્ષણ કાર્ય માટે ૧, ૫૧૦૦૦ (એકલાખ એકાવન હજાર )નુ માતબર દાન તેમજ માનપુરીજી બાપુ ગૌશાળા ભાપી ખાતે રૂપિયા ૫૧૦૦૦ (એકાવન હજારનું ) દાન અર્પણ કરવામાં આવ્યું હતું જેથી પધારેલ સંતો મહંતોએ તમામને આર્શીવચન પાઠવ્યા હતા અને વ્યસન મુક્તિ તેમજ સમાજ શિક્ષિત બને તેવો સંદેશો પાઠવ્યો હતો.