Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

સણોસરા રેલ મથક પર ઓખા અને જેતલસર રેલગાડી ઉભી રાખવા માંગ

સણોસરા રેલ મથક પર ઓખા અને જેતલસર રેલગાડી ઉભી રાખવા માંગ

સણોસરા રેલ મથક પર ઓખા અને જેતલસર રેલગાડી ઉભી રાખવા માંગ થઈ રહી છે. ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા આ અંગે રજૂઆત થઈ છે, પરંતુ તંત્રને પડી નથી.

ભાવનગર રેલ મંડળ અંતર્ગત સણોસરા રેલ મથક પર અસંખ્ય ઉતારુઓ હોવા છતાં ઓખા અને જેતલસર રેલગાડી ઉભી નહિ રાખવાનું શું કારણ હશે ?

પશ્ચિમ રેલવે અંતર્ગત ભાવનગર રેલ મંડળમાં સિહોર અને ધોળા વચ્ચે આવેલ સણોસરા રેલ મથક પર કેટલીક સ્થાનિક ઉતારું ગાડીઓને ઉભી રાખવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિના વ્યવસ્થાપક મૂકેશકુમાર પંડિત દ્વારા સંબંધિતોને માંગ રજૂઆત થઈ છે, પરંતુ તંત્રને યાત્રિકોની માંગ અને સુવિધા અંગે કશી પડી નથી.

સણોસરા ખાતેથી સણોસરા, ઈશ્વરિયા, વાવડી (ગજાભાઈ), રેવા, ગોલરામા, માલપરા, કૃષ્ણપરા, રામધરી, ચોરવડલા સહિત આજુબાજુના દસ જેટલા ગામોના યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લેતા રહેલા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ અહીંયા ઊભી રહેતી રેલગાડીઓ કોરોના બિમારી બાદ શરૂ થતાં અહીંયા ઊભી રાખવામાં આવતી નથી. આ અંગેની રજૂઆત સંબંધિત વિભાગોમાં કરવામાં આવી છે અને ઓખા ભાવનગર અને જેતલસર ભાવનગર વચ્ચે આવજા કરતી ગાડીઓ ઊભી રાખવા ભાવનગર જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિ દ્વારા માંગ થયેલી છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.