ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિંગ કર્યું હતું. ભાજપની તરફેણમાં 19 જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પક્ષમાં 17 મત પડ્યા હતા. તમામ 35 કાઉન્સિલરો અને એક સાંસદે તેમના મતનો ઉપયોગ કર્યો હતો.
#WATCH | BJP candidate Harpreet Kaur Babla wins the Chandigarh Mayor elections. pic.twitter.com/B4CcRqL8Yk
— ANI (@ANI) January 30, 2025
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. પરંતુ ગુપ્ત મતદાન દ્વારા મતદાન થયું હોવાથી કોણે ક્રોસ વોટિંગ કર્યું તે સ્પષ્ટ થયું નથી. 16 કાઉન્સિલરો સાથે ભાજપ તેના મેયર ચૂંટવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસના સાંસદનો એક મત, કોંગ્રેસના 6 મત અને આમ આદમી પાર્ટીના 13 મત હોવા છતાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન મેયરની ચૂંટણી હારી ગયું છે.
મતદાન પહેલા જ કુલદીપ કુમારને મળ્યા હતા જામીન
મેયરની ચૂંટણી માટે મતદાન પહેલા ચંદીગઢના સીટીંગ મેયર કુલદીપ કુમારને મોટી રાહત મળી હતી. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેમને ભ્રષ્ટાચારના આરોપના કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. જે પછી તેમણે આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધરપકડથી બચવા માટે કુલદીપ કુમારે આગોતરા જામીન અને મેયરની ચૂંટણી દરમિયાન મતદાન કરવાની હાઇકોર્ટ પાસે પરવાનગી માંગી હતી
https://twiiter.com/ANI/status/1884864550920708138