અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના કાફલાની એક કાર એક SUV સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં બની હતી. કારની ટક્કર ત્યારે થઈ જ્યારે બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન એક ઈવેન્ટમાંથી પરત ફરી રહ્યા હતા. બાઈડન અને તેની પત્ની સુરક્ષિત છે, બંનેમાંથી કોઈને પણ કોઈ નુકસાન થયું નથી.
#WATCH | US President Joe Biden rushed into his vehicle as a car crashed into a vehicle attached to his motorcade.
(Source: Reuters) pic.twitter.com/2ooVcY0BQo
— ANI (@ANI) December 18, 2023
ડેઇલી મેઇલ અનુસાર, અકસ્માત પછી, બાઈડનના સિક્રેટ સર્વિસ એજન્ટોએ તેમની બંદૂકો ટક્કર મારનાર ડ્રાઇવર તરફ તાકી હતી. સિક્રેટ સર્વિસે આ ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બાઈડન રાત્રે 8:07 વાગ્યે વિલ્મિંગ્ટનમાં બાડેન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી નીકળ્યા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. અહેવાલમાં જણાવાયું છે કે બાયડેને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યાના થોડા સમય પછી, ડેલવેર લાયસન્સ પ્લેટવાળી એક કારે કેમ્પેઈન કાર્યાલયના પ્રવેશદ્વારની સામે કાફલાની રક્ષા કરતી એસયુવીને ટક્કર મારી હતી.
કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં સિક્રેટ સર્વિસ એજન્ટ્સ બાઈડનને તેની કારમાં લઈ જતા બતાવવામાં આવ્યા છે. અકસ્માતમાં કારનું બમ્પર નુકસાન થયું હતું. અકસ્માત પછી તરત જ, સુરક્ષા અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા અને ડ્રાઇવર તરફ તેમના હથિયારો બતાવ્યા હતા.