મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું. વધુમાં, તેમણે વૃક્ષારોપણ કરી જિલ્લાના નાગરિકોને પર્યાવરણ સંવર્ધન માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીને પરીએજ તળાવ ખાતેના સારસ પક્ષીની સુંદર છબી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
આ અવસરે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ,નડિયાદ ધારાસભ્ય પંકજ ભાઇ દેસાઈ, મુખ્ય સચિવ રાજ કુમાર, કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, નાયબ વન સંરક્ષક અભિષેક સામારિયા,
નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી લલિત પટેલ, પીપલગ સરપંચ મનીષભાઈ પટેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.