ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બુધવારે આખરી સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે મહાકુંભે પ્રયાગરાજ, અયોધ્યા, કાશી, મથુરા, ગોરખપુર નવા પંચતીર્થને જોડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય હવે એક નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે.
મહાકુંભથી રાજ્યમાં નવા પંચ તીર્થને જોડયા સીએમ યોગીએ વિધાનસભાના બજેટ સત્રના છઠ્ઠા દિવસે વિધાન પરિષદમાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજન અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. મુખ્યમંત્રીએ કહ્યું, મહાકુંભ વિશ્વમાં અત્યાર સુધી યોજાયેલી તમામ ઘટનાઓના રેકોર્ડ તોડી રહ્યું છે. મહાકુંભથી રાજ્યમાં નવા પંચ તીર્થને જોડયા છે.