કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કરાયો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થાય.
‘RSS-BJPએ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો’
કોંગ્રેસ (Congress) મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)ને ગત મહિને આમંત્રણ મળ્યું છે. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એક વ્યક્તિગત મામલો છે, પરંતુ આરએસસ-બીજેપીએ લાંબા સમયથી અયોધ્યા મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. ’
भगवान श्री राम आराध्य देव हैं।
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
‘RSS-BJP અધુરા મંદિરનું ઉદઘાટન ચૂંટણી લાભ માટે કરી રહ્યા છે’
તેમણે કહ્યું કે, ‘ભાજપ અને આરએસએસના નેતાઓ અધુરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટરીતે ચૂંટણી લાભ માટે કરી રહ્યા છે. 2019ના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન સાથે અને ભગવાન રામનું સન્માન કરનારા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરી મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચોધરીએ આરએસએસ-ભાજપના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વીએચપીએ કહ્યું કે, ‘જો કોંગ્રેસ ન આવવા માંગતી, તો તેમની મરજી. અમે આમંત્રણ મોકલ્યું છે. જો તેઓ આવતા નથી ઈચ્છતા કોઈ વાત નહીં…’
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા યોજા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સહિત જુદા જુદા ક્ષેત્રના અઢી હજાર મહાનુભાવો સામેલ થવાના છે. હાલ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારના અધિકારીઓ કાર્યક્રમની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક અઠવાડિયા પહેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ જશે.