મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં – સોનાના ભાવ ઉંચકાયાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૦૩૩થી ૨૦૩૪ વાળા વધી ૨૦૫૩થી ૨૦૫૪ થઈ ૨૦૪૮થી ૨૦૪૯ ડોલર રહ્યાના સમાચાર હતા. ક્રૂડતેલ ઉથળતાં તથા વૈશ્વિક સ્તરે વિવિધ દેશો વચ્ચે તણાવ વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની લેવાલી જોવા મળી હતી. વિશ્વ વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૪૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૪૫૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦ વધી રૂ.૭૩ હજાર બોલાયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૨૨.૭૫ તથા ઉંચામાં ૨૩.૦૭ થઈ ૨૩.૦૪થી ૨૩.૦૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં| આજે તેજી આગળ વધી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૧૮ તથા ૯૩૦ વચ્ચે અથડાઈ ૯૨૬થી ૯૨૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૧૬ વાળા નીચામાં ૯૮૩ થઈ ૯૮૮થી ૯૮૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૮ ટકા વધ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૨૦૧૩ વાળા રૂ.૬૨૨૬૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૨૨૬૨ વાળા રૂ.૬૨૫૧૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૧૫૩૨ વાળા રૂ.૭૧૨૩૮ થઈ રૂ.૭૧૫૩૦ રહ્યા હતા. મઈબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાંઆજે રૂપિયા સામે ડોલરના ભાવ ગબડતાં ઝવેરી બજારમાં આજે ભાવ વૃદ્ધિ મયર્યાદિત રહી હતી.