ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું.
યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી.
વિસર્જનના દિવસે વરસાદે થોડો વિરામ લીધો હતો , પણ સામાન્ય ઝાપટા પડ્યા હતા.
ગણપતિ વિસર્જન ના દિવસે વાલોડની નદીમાં પાણી વધુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા ક્રેન ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખવામાં આવી હતી.
ગણપતિ વિસર્જનમાં ક્રેનની સેવા આપનાર હસુભાઈ ટેકટર વાળા તથા ગણપતિને નદી માં વિસર્જન ની સેવા આપનાર સુરેશભાઈ શર્મા અને સુરેશભાઈ રૈયાણી ના વાલોડ ના ગણેશ મંડળો દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એમની નિસ્વાર્થ ભાવે સેવાની પ્રશંસા કરવામાં આવી હતી.
વાલોડ પોલીસ પણ ખડે પગે રહીને ચૂસ્ત બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel