ખેડા જિલ્લાના કપડવંજ શહેરની સંસ્થા ફિકર ગ્રુપ દ્વારા કપડવંજ ઘાંચી સમાજમાં એજ્યુકેશન ક્ષેત્રે વિશિષ્ટ ડિગ્રી તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનો સન્માન સમારોહ તાજેતરમાં કપડવંજ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યત્વે મેડિકલ ડોક્ટર, એન્જિનિયર, ન્યાયાધીશ, એડવોકેટ, પ્રોફેસર તથા શિક્ષક મિત્રોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે આ સમારોહમાં મુખ્ય મહેમાનપદે કપડવંજ ઘાંચી સમાજના રત્ન હાજી ગનીભાઈ હાજી ઉમરભાઈ ટેલર (કેનેડા) જણાવ્યું હતું કે ખરેખર સમાજનો વિકાસ કરવો હશે તો દરેકે સાથે મળી કાર્ય કરવું પડશે. જ્યારે મુખ્ય મહેમાન અને કપડવંજ ઘાંચી સમાજના રત્ન હાજી સત્તારભાઈ ઈસ્માઈલભાઈ શેખ (શિકાગો) એ ઉચ્ચશિક્ષણ મેળવીને સમાજનો વિકાસ કરવા અપીલ કરી હતી. વડીલ આભૂષણ હાજી યુસુફભાઈ હાજી ગનીભાઈ શેખ (કેનેડા) કાર્યક્રમની સફળતા માટે ઓનલાઇન દુવાઓ પાઠવવામાં આવી હતી. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મૌલાના સૈફુદ્દીન યુનુસ રાજપુરા સાહેબ જેઓ ગઢા દારુલઉલુમ તથા ઘણી બધી સંસ્થાઓના પ્રમુખ છે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મોટીવેશનલ સ્પીકર તથા AMP ગુજરાતના સ્ટેટ સેક્રેટરી મ.ઈદરીશ મુસા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજ તથા દાતાઓને ખૂબ જ ટૂંકમાં મહત્વની બાબતો માટે આહવાન કરવામાં આવેલ હતું. તેઓ દ્વારા એસોસીએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ સંસ્થા દ્વારા ચાલતા અલગ અલગ પ્રોજેક્ટ વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી. વધુમાં ફિકર ગ્રુપના પ્રમુખ સમીરભાઈ વોહરાએ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રિન્સિપાલ મુનાફભાઈ મન્સૂરી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સમાજ દ્વારા ન્યાયાધીશોનું સન્માન કરાયું.આ પ્રસંગે સમાજ અગ્રણી અલહમ્દુલિલ્લાહના એકજ કુટુંબની ત્રણ સગી બહેનો જેઓ ગુજરાતની અલગ અલગ કોર્ટમાં જજ (ન્યાયાધીશ) તરીકે સેવા આપે છે. તથા તે જ મોહલ્લાના બે સગાભાઈઓ ગુજરાતની અલગ અલગ કોર્ટમાં જજ તરીકે સેવા આપી રહેલ છે, તેઓનું પણ સન્માન કરવામાં આવેલ હતું. જે સમાજ માટે ગૌરવરૂપ બાબત ગણી શકાય.