ગોધરા પછી વડોદરામાં પણ સામ્પ્રદાયિક તણાવનું માહોલ સર્જાયો છે, જ્યાં મુસ્લિમ ટોળાં દ્વારા સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે ભારે ઉત્પાત મચાવાયો હોવાનો આરોપ છે. અહેવાલો મુજબ, શુક્રવારે જુમ્માની નમાજ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં જૂનીગઢી વિસ્તારમાં ભેગા થયા અને પહેલા સિટી પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી તેને ચારે બાજુથી ઘેરી લીધો. પોલીસે પોસ્ટ કરનાર યુવાનને પૂછપરછ માટે લાવવાની કાર્યવાહી કરી રહી હતી, તે દરમિયાન ટોળાંએ સ્ટેશનનો ઘેરાવો કરીને પથ્થરમારો શરૂ કરી દીધો. પરિસ્થિતિ બેકાબુ થતા પોલીસ કાફલો તાત્કાલિક તૈનાત કરાયો અને લાઠીચાર્જ કરીને ભીડને કાબુમાં લેવા માટે પ્રયાસ કરાયો. આ ગડબડ દરમ્યાન ટોળાં હિંદુ વિસ્તારો તરફ વળી ગયાનું હિંદુ સંગઠનોનું કહેવું છે.
સ્થાનિક હિંદુ આગેવાનોના જણાવ્યા અનુસાર, ટોળાંએ જુનીગઢી, ચીકવાડ અને આજુબાજુના હિંદુ વિસ્તારોને ચારે બાજુથી ઘેરીને નિશાન બનાવ્યા. નવરાત્રિના માતાજીના મંડપમાં તોડફોડ કરવામાં આવી, પથ્થરમારો થયો અને કેટલીક દુકાનોમાં ઘૂસી લૂંટફાટ કરવાનો પ્રયાસ પણ થયો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટોળાં ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી હિંદુ સમુદાયમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને મહિલાઓને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે 500થી 700 લોકોનો ટોળો સામેલ હતો અને ઘરો તરફ ઘૂસવાનો પણ પ્રયત્ન કર્યો હતો. નવરાત્રિ દરમિયાન મંદપ પર હુમલાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
પથ્થરમારાથી અનેક વાહનો અને મંડપને નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિ બગડતા જોડીન્ટ સીપી લીના પાટીલના નેતૃત્વ હેઠળ મોટો પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ અને અત્યાર સુધીમાં પથ્થરમારામાં સંડોવાયેલા આશરે 50 જેટલા લોકોને અટકાયત કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર યુવક વિરુદ્ધ અને હુમલો કરનાર ટોળાં વિરુદ્ધ બે અલગ ફરિયાદો દાખલ કરી છે. સ્થાનિક ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે પહોંચી હિંદુ સમુદાયને આશ્વાસન આપ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે.
પ્રત્યક્ષદર્શીઓ અને હિંદુ સંગઠનના આગેવાનોનો આક્ષેપ છે કે આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને શુક્રવારે જ બનતી હોય છે અને આ ઘટના માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા ન રહી, પરંતુ આખા હિંદુ સમુદાયને ભયભીત કરવા માટે આયોજનબદ્ધ ષડ્યંત્ર હતો. પોલીસે સમગ્ર વિસ્તારની ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરી છે અને ઘટનાસ્થળની વિડિઓગ્રાફી કરીને હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ તણાવને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel