EDએ નોકરીના બદલામાં જમીન લેવા સબંધિત મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આજે સમન્સ પાઠવ્યુ છે.
EDએ RJD નેતા તેજસ્વી યાદવને આ કેસમાં પૂછપરછ માટે શુક્રવારે (22 ડિસેમ્બર) હાજર થવા કહ્યું છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને બુધવારે (27 ડિસેમ્બર) આ કેસમાં સવાલ-જવાબ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.
આરોપ છે કે, લાલુ યાદવ જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે તેમણે નોકરીના બદલામાં પરિવારના સભ્યોના નામ પર જમીન લીધી હતી.
CBIએ 18 મે 2022ના રો ભરતીના બદલામાં જમીન લેવાના આરોપમાં લાલુ યાદવ, પૂર્વ સીએમ રાબડી દેવી અને મીસા ભારતી સહિત 17 લોકો સામે FIR નોંધી હતી