ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ’ કાર્યક્રમ ના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તકગામ, પીપળાતામાં ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. તથા રાષ્ટ્રીય પર્વ – સ્વતંત્રતા દિવસના સંદર્ભમાં ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ કાર્યક્રમ પણ યોજાયો હતો.
સૌપ્રથમ પીપળાતા ગામનાં વીર શહીદ ગણપતસિંહ પરમારને નમન કરી, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.પ્રકાશભાઇ વિછીયા તથા ડો.કલ્પનાબેન ત્રિવેદી સાથે NSS સ્વયંસેવકોએ પીપળાતા ગામના નાગરિકોને ‘એક વૃક્ષ માં કે નામ’ કાર્યક્રમની સમજ આપી હતી તથા તેઓના ઘરે વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષને દરરોજ જળ સિંચવાની તથા સાચવવાની જવાબદારી સોંપી હતી. આ સાથે ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’કાર્યક્રમના સંદર્ભમાં તિરંગાનું નિદર્શન કરાવી, 15 મી ઓગષ્ટના રોજ સ્વગૃહે તિરંગો લહેરાવી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સરપંચશ્રી આશિષભાઈ પરમાર તથા ગ્રામજનોએ NSS યુનિટની આ કામગીરીને બિરદાવી હતી.