તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ વિરુદ્ધ વાલોડ તાલુકા મંડળ પ્રમુખ પરિમલ સોલંકી, તાલુકા મહામંત્રી ધવલ શાહ સહિત 50 થી વધુ હોદેદારો દ્વારા વારંવાર વિવાદમાં આવતાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવાને ફરિયાદ કરવામાં આવી.
સુરત જીલ્લાના બારડોલી ખાતે સુરત અને તાપી જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા નવા પ્રદેશ પ્રમુખ નો સન્માન સમારંભ કાર્યક્રમ આવતી કાલે યોજશે.
પાર્ટી વિરોધી કૃત્ય તેમજ પાર્ટીના કાર્યકરોને પાર્ટીના કાર્યક્રમ કરવામાં વારંવાર વિક્ષેપ તેમજ કાર્યકરોને ધમકાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો.
પ્રદેશ યુવા મોરચા મંત્રીએ સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યક્રમ વિરુદ્ધ સોશીયલ મીડિયામાં મુકેલ પોસ્ટ અને ચેટિંગ કરેલ પુરાવા સાથેની ફરિયાદ જિલ્લા ભાજપ ને અપાઈ.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel