જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘ઈદ અને મોહરમના અવસર પર બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.’
कांग्रेस, JKNC और PDP ने जम्मू-कश्मीर में दहशतगर्दी को बढ़ावा देने का काम किया और मोदी जी ने यहाँ आतंकवाद को समाप्त कर युवाओं के हाथों में पत्थर की जगह लैपटॉप देने का काम किया। pic.twitter.com/GyGBQ3ZS1o
— Amit Shah (@AmitShah) September 21, 2024
Mendhar માં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા, મુફ્તી અને નેહરુ-ગાંધી પરિવારે 90ના દાયકાથી અત્યાર સુધી આતંકવાદ ફેલાવ્યો છે. તો બીજી બાજુ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો અંત લાવ્યો છે. અહીંના યુવાનોને પથ્થરને બદલે લેપટોપ આપવામાં આવ્યા છે.