શ્રી ધામ બરસાનામાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે.
મથુરા પાસેના શ્રી ધામ બરસાનામાં માતાજી ગૌશાળા સેવાર્થે ગત શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગૌસુકત’ ગાન થઈ રહ્યું છે. રમેશ બાબાજી મહારાજ આ ગૌશાળાનાં પ્રતિષ્ઠાપક રહ્યાં છે, જ્યાં ૬૫ હજારથી વધુ ગૌધનનું સેવા કાર્ય થઈ રહ્યું છે.
મોરારિબાપુ દ્વારા થતી રામકથા ગાન માત્ર ક્રિયાકાંડ ન બને તે કાયમી હેતુ રહ્યો છે, ત્યારે અહીંની રામકથા ગૌસેવા હેતુ રહેલી છે. અહીંયા મનોરથી હરેશભાઈ સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે. ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુ કોઈ પણ ઉપક્રમ કે વ્યાસપીઠ સંબંધી ટહેલ હોય ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર ભાવ સાથે સહયોગી બનતાં જ રહ્યાં છે. આ રામકથામાં માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel