મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
Maharashtra: 3 dead after helicopter crashes near Bavdhan area in Pune
Read @ANI story | https://t.co/VZaISoohJX
#HelicopterCrash #Pune #Maharashtra pic.twitter.com/ewPoU5AGir
— ANI Digital (@ani_digital) October 2, 2024
DGCA અનુસાર, હેરિટેજ એવિએશનનું VT-EVV રજીસ્ટ્રેશન ધરાવતું અગસ્તા 109 હેલિકોપ્ટર પુણેમાં ઓક્સફર્ડ હેલિપેડથી લગભગ 20 એનએમ દૂર ક્રેશ થઈ ગયું. ડીજીસીએએ કહ્યું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક એએમઈ હતા, કોઈ પેસેન્જર નહોતા. હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ મેમ્બરના મોતના અહેવાલ છે.
હેલિકોપ્ટરે સવારે 7 વાગ્યે ઉડાન ભરી હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના ઘટી હોવાની સંભાવના છે. ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હિંજેવાડી પોલીસ સ્ટેશન (પિંપરી ચિંચવાડ પોલીસ) અને ઉડ્ડયન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું.