ગુજરાત રાજ્યના રજૂ થયેલા અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર આપી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રશંસા થઈ છે.
ગુજરાત વિધાનસભામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંદાજપત્ર રજૂ થયું, જેમાં સમગ્ર રાજ્યના ગ્રામ્ય અને શહેરી પાસાઓને આવરી લેવાયા છે જેથી ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા આવકાર સાથે પ્રશંસા વ્યક્ત કરાયેલ છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજી મકવાણાએ રાજ્યના અંદાજપત્ર ૨૦૨૪-૨૫ માટે જણાવ્યા મુજબ પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસનો સમાવેશ કરાયાનું જણાવી આવકારેલ છે. અમૃતકાળમાં રાજ્યના વિકાસને વેગ આપનારા રૂપિયા ૩,૩૨,૪૬૫ કરોડના આ અંદાજપત્રમાં નાણાંમંત્રી દ્વારા રજૂ કરાયેલ વિવિધ જોગવાઈ મુજબ રાજ્યના નાગરિકો માટે સમૃદ્ધ જીવન માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ જણાઈ રહી છે. આ બાબતથી જિલ્લા ભાજપના મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી અને મંત્રીઓ દિગ્વિજયસિંહ ગોહિલ, હંસાબેન પરમાર, નરેશભાઈ સોલંકી, મનહરભાઈ બલદાણીયા, હેતલબેન રાઠોડ, હીનાબેન ગઢાદરા, જલ્પાબેન હિંગુ તથા શ્રદ્ધાબેન લંગાળિયાએ પ્રશંસા વ્યક્ત કરેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે રાષ્ટ્ર વૈશ્વિક સ્થાન પામી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ તેઓના સંકલ્પ મુજબ વિકાસની દોડમાં હોવાનું આ અંદાજપત્રની જોગવાઈથી સૌ નાગરિકો જાણી રહ્યાનું ભાજપને ગૌરવ છે તેમ જિલ્લા પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહ સંયોજક મૂકેશ પંડિત દ્વારા જણાવાયુ છે.