કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયના સ્થાપનાને આજે 4 વર્ષ પૂરા થયા છે અને આ અવસરે આ યુનિવર્સિટીનું ભૂમિપૂજન થવું તે સહકારના સુશાસન અને ગ્રામિણ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. યુનિવર્સિટીનું નામ અમૂલના સ્થાપક અને પ્રખ્યાત સહકારી નેતા ત્રિભુવનદાસ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે – જે ભારતના સહકારી આંદોલનની પાયાવટમાંનો મહત્વનો પાયાનો પથ્થર હતા.
અમિત શાહે જણાવ્યું કે, નવી યુનિવર્સિટી માત્ર ઔપચારિક ડિગ્રી આપતી સંસ્થા નહીં રહે, પરંતુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી સંસ્થાઓના કર્મચારીઓ અને સંચાલકોને વ્યવસ્થાપન, નાણાંકીય શુદ્ધતા, સહકારી નીતિ અને કાયદાકીય સમજણ સાથે સજ્જ કરશે. તેમણે જાહેરાત કરી કે એક વર્ષની અંદર 6 નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે, જેમાંથી કેટલાક સહકારી વ્યવસ્થાપન, કૃષિ માર્કેટિંગ, ગ્રામીણ નાણાંકીય વ્યવસ્થા, પાણીને સંચાલન અને સંશોધનને લગતા હશે. યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ માટે જોબ-ઓરિએન્ટેડ અભ્યાસક્રમો હશે જેથી તેઓ તરત નોકરી મેળવી શકે.
‘त्रिभुवन सहकारी यूनिवर्सिटी’ सहकारिता के प्रति मोदी जी के समर्पण और दृढ संकल्प का प्रतीक है। गुजरात के आणंद में देश के पहले राष्ट्रीय सहकारी विश्वविद्यालय 'त्रिभुवन सहकारी यूनिवर्सिटी' के भूमि पूजन समारोह से लाइव… https://t.co/bcLA7aK4q5
— Amit Shah (@AmitShah) July 5, 2025
આ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, કેટલાક કોંગ્રેસી નેતાઓએ ત્રિભુવનદાસ પટેલના નામનો વિરોધ કર્યો હતો, જ્યારે તેઓ પોતે કોંગ્રેસના આગેવા નેતા હતા. અમિત શાહે કહ્યું કે, “આજે રાજકારણથી ઉપર ઊઠીને જોવામાં આવતું સહકાર ક્ષેત્રેનું કામ ખરેખર લોકોને શક્તિશાળી બનાવવાનું સાધન છે.”
આ યુનિવર્સિટીનું કેન્દ્ર આણંદમાં હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, અહીંથી અમૂલ જેવી વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતી સહકારી ડેરીની શરૂઆત થઈ હતી. શાહે ઉમેર્યું કે આ યુનિવર્સિટી દર વર્ષે 8 લાખ લોકોને તાલીમ આપશે અને PHD, ડિગ્રી, ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો મળશે. યુનિવર્સિટીને દેશભરના સહકારી તાલીમ સંસ્થાઓ પર આધિકાર રહેશે અને તે સહકારના ક્ષેત્રે સંશોધન અને નવીનતાને પણ ઉત્તેજન આપશે.
આ પ્રસંગે અમિત શાહે “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું અને એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા સહકાર શૈક્ષણિક મોડ્યુલનું પણ લોકાર્પણ કર્યું, જે વિદ્યાર્થીઓને સહકારના સિદ્ધાંતો અને ભારતની સહકારી ચળવળ વિશે શિક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
શાહ આગામી દિવસોમાં અમૂલ ડેરી ખાતે સહકાર મંત્રાલયના ચાર વર્ષના કાર્યોની ઉજવણી અને સમીક્ષા કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ ખેડૂતો, સહકારી સંગઠનો અને વ્યાવસાયિકોને સંબોધન કરશે. સંસદના બજેટ સત્રમાં પસાર થયેલા ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025ના અમલ પછી દેશના સહકારી ક્ષેત્રે નવું યોગદાન આપતી આ યુનિવર્સિટી ભારત માટે પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકાર યુનિવર્સિટી બની છે – જે સહકાર ક્ષેત્રના નાગરિકોને સુશિક્ષિત અને આત્મનિર્ભર બનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel