5 રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે આ રાજ્યમાં કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ થઈ જશે.કમલનાથનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરમાં થયો હતો. પરંતુ આજે તેને ઓળખ છિંદવાડાથી મળી છે. કમલનાથે પોતાના રાજનીતિ કરિયરની શરુઆત 1968થી કરી હતી.
કમલનાથની ગાંધી પરિવાર સાથેની તેમની નિકટતા
કમલનાથે પોતાના રાજનીતિ કરિયરની શરુઆત 1968થી કરી હતી.ત્યારે તે યુથ ક્રોંગ્રેસમાં સામેલ થયા હતા. ત્યારબાદ તે ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર સભ્ય બન્યા હતા. કમલનાથ સતત કોંગ્રેસના મહાસચિવ પણ રહ્યા. ગાંધી પરિવાર સાથેની તેમની નિકટતાને કારણે 2018માં, વિધાનસભા ચૂંટણી પહેલા, તેમને મધ્ય પ્રદેશ કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી અને ભોપાલ મોકલવામાં આવ્યા. કમલનાથ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને 15 વર્ષ પછી કોંગ્રેસને સત્તામાં લાવ્યા હતા.
કમલનાથનું રાજકીય કરિયર પૂર્ણ
સાંસદ રહેતા ક્રોંગ્રેસ નેતા કમલનાથે અનેક જવાબદારીઓ નિભાવી છે. 2018માં મધ્યપ્રદેશના મખ્યમંત્રીના રુપમાં શપથ લીધા હતા. જો આજે કોંગ્રેસને હાર મળે છે તો કમલનાથનું રાજકીય કરિયર પૂર્ણ થઈ શકે છે. કારણ કે, હાલમાં તેની ઉંમર 77 વર્ષની છે. જો આજે તે હાર થશે તો આગામી ચૂંટણીમાં તેની ઉંમર 82 વર્ષની થઈ જશે.
9 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા
કમલનાથની સંસદીય ઇનિંગ્સ 1980માં છિંદવાડાથી શરૂ થઈ હતી. તેઓ કોંગ્રેસની ટિકિટ પર અહીંથી પહેલીવાર સાંસદની ચૂંટણી જીત્યા હતા. એ પછી પાછું વળીને જોયું નથી. તેઓ વર્ષે 1984, 1989, 1991, 1998, 99, 2004, 2009, 2014માં સતત 9 વખત છિંદવાડાથી સાંસદ રહ્યા હતા.
રાજકીય કારકિર્દી પર પણ સવાલ
સૌથી મોટો મુકાબલો રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે હોવાનું માનવામાં આવે છે, જ્યાં એક્ઝિટ પોલ અનુસાર નજીકની હરીફાઈ છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. કોંગ્રેસના કમલનાથની રાજકીય કારકિર્દી પૂર્ણ થઈ શકે છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી પર પણ સવાલ છે, તેથી તેમણે આ ચૂંટણીમાં ઘણી મહેનત કરી છે. જો ભાજપ જીતશે તો વસુંધરા રાજે મુખ્યમંત્રી બનશે કે અન્ય કોઈ, આ મોટો પ્રશ્ન છે.