ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પ્રશ્ન એ વાતને લઈને નથી કે ભાજપ કેટલી બેઠક જીતશે. પરંતુ પ્રશ્ન એ છે કે કેટલી બેઠક 5 લાખના જીતશે? અને આ ચર્ચા એટલા માટે કેમ કે 202211 વિધાનસભા ચૂંટણીમાં 80 ટકા બેઠક જીત્યા બાદ ભાજપે જાહેરાત કરી હતી કે તે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક 5 લાખથી વધુના માર્જિનથી જીતશે. આ દાવા પાછળનું એક કારણ છે મોદી. માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ પણ મોદીના જ ભરોસે છે. ગાંધીનગરના પોશ વિસ્તારથી લઈને કચ્છના નલિયા ગામ સુધી મોદીના પક્ષમાં અથવા તો મોદીના વિરોધની વાત સાંભળવા મળી રહી છે.
રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં ક્લિન સ્વિપ કર્યું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26 બેઠકમાંથી 13 બેઠક પર કોંગ્રેસની સરખામણીએ બે થી અઢી ગણી લીડ સાથે મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠક જીતી હતી. આ 26 બેઠકોમાંથી 22 બેઠક 2 લાખથી વધુના મત સાથે જીત મેળવી હતી. આ સાથે ગાંધીનગર. વડોદરા, સુરત અને નવસારી એમ 4 બેઠક પર પાંચ લાખથી વધુ મતોની સરસાઈ મળી હતી. માત્ર 4 બેઠકો એવી હતી જેના પર જીતનું માર્જિન સવા લાખથી 2 લાખ વચ્ચે રહ્યું હતું. આ પહેલાની લોકસભા 2014ની સમાન્ય ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી જેમાંથી પણ 16 બેઠક 2 લાખથી વધુના માર્જિન મત સાથે વિજય મેળવ્યો હતો.
ભાજપે તમામ બેઠક પર 5 લાખની લીડથી જીતનો લક્ષ્યાંક મૂક્યો
વીવીઆઈપી બેઠકો પર શું છે સ્થિતિ
ગાંધીનગર : અમિત શાહે 2019માં સાડા પાંચ લાખ કરતાં વધુ મતોની લીડ મેળવી હતી. આ બેઠક પર 10 લાખ મતની સરસાઈનો લક્ષ્યાંક ભાજપ કાર્યકરોને આપાયો છે. બીજી તરફ કોંગ્રેસે ભાજપની રાહ સરળ કરવા માટે સોનલ પટેલને ટિકિટ આપી છે.
નવસારી: 2019માં આખાં દેશમાં સૌથી વધુ મતોની સરસાઇથી જીતનારા સી.આર.પાટીલ નવસારી બેઠક પર જીતીને લોકસભા પહોંચ્યા હતા. પાટીલ ફરી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ આ બેઠક પર પોતાનો ઉમેદવાર હજુ નક્કી કરી શકી નથી.
પોરબંદર: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત વસોથા પડકાર આપી રહ્યા છે. પોરબંદરમાં માંડવિયાને પેરાશૂટ ઉમેદવાર જાહેર કરી ભાજપમાં જ વિરોષ જોવા મળી રહ્યો છે. કારણ કે તેમનો ગૃહ જિલ્લો ભાવનગર છે.
રાજકોટ: પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આક્રોશ વ્યક્તિ કરી રહ્યો છે. રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ કાપવાની માગ થઈ રહી છે. કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યો નથી પરંતુ હવે પાનાણી તૈયાર થયા છે.
ખેડા: કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણને મધ્ય ગુજરાતની ખેડા બેઠક પર ફરી ઉમેદવાર તરીકે ઉતર્યા છે અને તેઓ 2014થી ચૂંટાતા આવે છે.
13 બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં બમણા મત મળ્યા હતા
ભાજપને 2019માં 26માંથી 13 બેઠકો પર કોંગ્રેસ કરતાં બમણાંથી લઈ 3.5 ગણા વધુ મત મળ્યાં હતાં. તે પૈકી કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, ખેડા, ભરૂચ અને વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર કરતાં બમણા મત મળ્યા હતા. પંચમહાલના ભાજપ ઉમેઠવારને
અહી ગણા, ગાંધીનગર પર અમિત શાહને તથા અમદાવાદ પૂર્વના ઉમેદવારને પોણા ત્રણ ગણો, વડોદરા, સુરતમાં ત્રણ ગણા જ્યારે નવસારી બેઠક પર પાટીલને કૉગ્રેસના ઉમેદવાર કરતાં સાડા ત્રણ ગણા મત વધુ મળ્યા હતાં.
તો 2024માં શું થશે?
પાછલી 2 લોકસભા ચૂંટણીનો ટ્રેન્ડ અને 2022નાં વિધાનસભા ચૂંટણીના પરિણામોને જોવામાં આવે તો આ વખતે ભાજપને 3 લાખથી વધુની લીડ મળે તેવી બેઠકની સંખ્યા 15થી 19 સુધી પહોંચી શકે છે, જ્યારે 5થી 8 બેઠકો પર 5 લાખથી વધુની લીડ મળી શકે છે. હાલની સ્થિતિ મુજબ ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ 7 થી 8 લાખની લીડ સાથે જીતી શકે છે. નવસારી, વડોદરા, સુરતમાં પણ ભાજપને મોટી લીડ મળી શકે છે. અન્ય બેઠકોની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા, આણંદ, જામનગર, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ જેવી બેઠકો પર ભાજપે પસંદ કરેલા ઉમેદવારની જ્ઞાતિ જેટલો જ પ્રભાવી વોટશેર ધરાવતી શાતિના ઉમેદવાર કોંગ્રેરો પણ પસંદ કર્યા છે. આશ્ચર્યની વાત છે કે ક્ષત્રિય સમાજથી ભાજપે કોઈને પણ ઉમેદવાર બનાવ્યા નથી.
બનાસકાંઠા બેઠક પરથી ભાજપે આંજણા સમાજના રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. જેની સામે કોંગ્રેસે ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ મૂક્યો છે. આણંદથી ભાજપમાં લેઉવા પાટીદાર મિતેશ પટેલ મેદાનમાં છે. કોંગ્રેસે સીનિયર ક્ષત્રિય ઠાકોર નેતા અમિત ચાવડાને ટિકિટ આપી છે. અહીં હાલ ભાજપ આગળ દેખાઈ રહ્યો છે. સાબરકાંઠામાં ભાજપના ઠાકોર મહિલા નેતા શોભના બારૈયા સામે કોંગ્રેસના અદિવાસી નેતા તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. પરિણામ અહીં પણ ચોકાવનારું આવી શકે છે. સુરતમાં ભાજપના મૂળ સુરતી મુકેશ દલાલ સામે કોંગ્રેસના સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર નીલેશ કુંભાણી પડકાર આપી રહ્યા છે, પરંતુ સુરત ભાજપનો ગઢ રહ્યો છે આવી સ્થિતિમાં અહીં શાતિથી વધારે પાર્ટીનું ચિન્હ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. જામનગરમાં ભાજપનાં આહિર ચહેરા પૂનમ માડમ સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર જે પી મારવિયાને ટિકિટ આપી છે.