નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અપહરણ અને છેડતી કરી પરિવારને જાણ થઈ તો મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે કાર્યવાહીમાં નડિયાદ પશ્ચિમ પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
પાલિતાણા પતિ ને દેવું થઈ ગયું હોય તેનો લાભ લઈ, તેના પતિની જાન જોખમમાં છે તેમ કહી માસુમ મહિડા પરણીતાના સંપર્કમાં આવ્યો હતો, ગત પહેલી મે ના રોજ માસુમ મહીડાએ પરણીતાને પોતાની ગાડીમાં જબરદસ્તી બેસાડી તેની સાથે અશોભનીય વર્તન કરીયુ હતું. જે બાદ જો તું મારા તાબે નહીં થાય તો તારી બંને દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકી દઈશ, તેમજ તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદી પરણિતાએ સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી, જેમાં આરોપી માસૂમ મહિડાની અટકાયત કરી તેનુ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
નોંધનીય બાબત એ રહી કે મહિલા કોન્સ્ટેબલો એ માસુમ ને પકડી જાહેરમાં ચલાવીયો હતો.