ત્રણ દિવસના ભારે બોમ્બમારા બાદ હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે.
ઈઝરાયેલ રક્ષા દળો ના પ્રમુખે સૈનિકોએ જણાવ્યું કે, IDF પણ સાઉથ ગાઝામાં મજબૂતી અને પૂરી રીતે લડી રહી છે. લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હલેવીએ પોતાના સૈનિકોને કહ્યું કે, આપણે ઉત્તરી ગાઝા પટ્ટીમાં મજબૂતીથી આખી લડાઈ લડી અને હવે આપણે સાઉથ ગાઝા પટ્ટીમાં પણ એવું જ કરી રહ્યા છીએ. બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધના શરૂઆતના દિવસોમાં ઈઝરાયેલે નાગરિકોને ઉત્તરી ગાઝા છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિસ્તારની 23 લાખ વસતીમાંથી અનેક લોકો દક્ષિણમાં ફસાયેલા છે.
સાઉથ ગાઝામાં બોમ્બમારો
IDFના એક પ્રવક્તાએ બાદમાં પુષ્ટિ કરી હતી કે, ઈઝરાયેલ સમગ્ર ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યું છે જેમાં આતંકવાદીઓ સાથે આમને-સામને લડાઈ કરનારા સૈનિકો પણ સામેલ છે. શુક્રવારે એક અઠવાડિયા સુધી ચાલેલું યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઈઝરાયેલે ગાઝા પર મોટાપાયે બોમ્બમારો અભિયાન ફરીથી શરૂ કરી દીધુ હતું. આ બોમ્બમારાને ખાન યુનિસના રહેવાસીઓએ અત્યાર સુધીનું સૌથી ભારે લહેર ગણાવી હતી
રવિવારે ઈઝરાયેલી સેનાએ ખાન યુનિસ અને તેની આસપાસના વધુ વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયેલી દળોએ તેમને દક્ષિણમાં રફાહ અથવા દક્ષિણ-પશ્ચિમમાં એક તટીય વિસ્તારમાં જવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે રાત્રે એક સંબોધનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી અમે તમામ લક્ષ્યોને પ્રાપ્ત નહીં કરી લઈએ ત્યાં સુધી અમે યુદ્ધ ચાલુ રાખીશું. જમીની કાર્યવાહી વિના તે લક્ષ્યોને પ્રાપ્ત કરવું અશક્ય છે.