વાલોડ તાલુકાના શાહપોર ગામે 40 વર્ષે મહિલા ભાનુબેન ઉર્ફે ગોમતીબેન નું ગત તારીખ ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ તેમના પતિએ ભંગારવાળા સાથેના આડા સંબંધના વહેમ રાખી પતિ ભલુ અરવિંદ હળપતિએ મરણ જનાર ભાનુબેન ને ગાલના ભાગે બે લાફા મારે લાકડાના પાટીયાથી માથાના ભાગે ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ભાનુબેન ઉર્ફે ગોમતીબેન નું મરણ થયેલ હતું.
વાલોડ પોલીસ સ્ટેશનને જાણ કરે જેથી પોલીસ સ્ટેશન તરત ઘટના સ્થળે પહોંચી શંકા ના આધારે પતિ ભલુ અરવિંદ હળપતિની ધરપકડ કરી હતી.
સદર કેસ વ્યારામાં તાપી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ પી. જી વ્યાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં આરોપી તરફે વકીલ કિરણસિંહ રાઠોડ તથા રાકેશ પી સોલંકીની દલીલ ગ્રાહ્ય રાખી નામદાર સેશન જજ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરી મૂકવાનો આદેશ કર્યો.
રિપોર્ટર -વિકાસ શાહ(તાપી)