રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના વન પ્લસ 21 ગાર્ડસ દ્વારા DGP નું સેરેમોનિયલ સન્માન કરાયું.
DG – IG સ્ટેટ લેવલની મંથલી ક્રાઇમ કોન્ફરન્સ નડિયાદ એસપી કચેરીએ શરૂ થઈ હતી, ગુજરાત રાજ્ય ના તમામ રેન્જ ના વડા અને કમિશ્નર નડિયાદ આવી પહોંચ્યા હતા. નડિયાદ એસપી કચેરી ખાતે રાજ્ય ના કમિશ્નર અને રેન્જ ના તમામ આઇજી સાથે બેઠક શરુ કરવામાં આવી હતી.
નડિયાદ ખાતે ખેડા જિલ્લા પોલીસના યજમાન પદે રાજ્ય પોલીસ વડા વિકાય સહાયના અધ્યક્ષ સ્થાને રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓની રાજ્ય સ્તરની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ રાજય સ્તરની ક્રાઈમ કોન્ફરન્સમાં સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને ક્રાઈમ રેસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની પણ સમિક્ષા કરવામા આવી હતી.