કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્ટને વૈશ્વિક બજારમાં સારી કિંમતમાં વેચવામાં એક સહકાર પૂરો પાડવાના હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની પ્રથમ બેચમાં સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ ન્યૂયોર્ક યુનિવર્સિટીથી ૫ વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર ડોક્ટર હંસ ટપારીયા સાથે કપડવંજ આવ્યા હતાં.
દાણી ફાઉન્ડેશનના ડાયરેટર વિતાબહેન જલજભાઈ દાણી, સદાશિવ નાયકજી, સોહિલભાઈ શિકારી તથા એસ ફોર એસ ટેકનોલોજીસના ડાયરેક્ટર શીતલબહેન સોમાણી મિશન સમૃદ્ધિના અધિકારીઓ સાથે કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડો.હરીશ કુંડલીયા, મંત્રી અનંત શાહ, અભિજીત જોશી, ગૌતમ પટેલ, રસીકભાઇ પટેલ,નીલાબેન પંડ્યા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓએ શ્રી વલ્લભ સેવા કેન્દ્ર તથા દમયંતી બાગની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ હાલ ગુજરાતભરમાં સાત દિવસનો પ્રવાસ કરી અલગ અલગ આર્ટીસ્ટોની મુલાકાત કરશે.