સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા બાદ પણ સતત વિક્ષેપો અને હોબાળા વચ્ચે કોઈ ઢંગથી ચર્ચા શરૂ થઈ નથી. આજે સંસદમાં ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની શક્યતા હતી, પરંતુ શરૂઆત કરતા પહેલા વિપક્ષે બિહારના મતદાર યાદી સુધારાના મુદ્દે હોબાળો શરૂ કરી દીધો હતો. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ ચાર વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે શું તેઓ ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા કરવા ઈચ્છે છે કે નહીં, જો ઈચ્છતા હોય તો પોતાનાં સ્થાને પાછા ફરો. છતાં, વિપક્ષ વેલમાં આવી જબરદસ્ત હોબાળો કરતો રહ્યો, જેના પગલે પ્રથમ 12 વાગ્યા સુધી અને બાદમાં 1 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
શુક્રવારના રોજ બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં તમામ પક્ષો વચ્ચે સંસદની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે 28 જુલાઈથી ચર્ચા શરૂ કરવાની સંમતિ થયેલી. પણ આજે વિપક્ષે બિહારમાં મતદાર યાદી સુધારાના વિષયને લઈને ચૂંટણી પંચ પર નિષ્પક્ષતા ખોવવાનો આરોપ મૂકી, ચર્ચાની પ્રક્રિયાને અટકાવી દીધી. કોંગ્રેસે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચા માટે પોતાના તમામ લોકસભા સાંસદોને ત્રણ દિવસ સદનમાં હાજર રહેવા વ્હિપ પણ જાહેર કર્યો છે.
#ParliamentMonsoonSession | लोकसभा में भारी हंगामे के बाद 1 बजे तक के लिए स्थगित।#LokSabha #ParliamentRuckus #MonsoonSession #IndiaPolitics #CongressProtest
[ Lok Sabha, adjournment, ruckus, Monsoon session, Parliament, political chaos, Congress protest, India politics ] pic.twitter.com/rWm8eF9njK
— One India News (@oneindianewscom) July 28, 2025
રાજ્યસભામાં પણ સમાન સ્થિતિ રહી હતી. ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ દરમિયાન આંગણવાડી સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવા કહ્યું હતું, પણ વિપક્ષના અડિગ હોબાળાના કારણે ત્યાં પણ કાર્યવાહી પહેલા 12 અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે લોકસભામાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરવા નક્કી હતા, અને તેમના પછી ભાજપના તેજસ્વી સૂર્યા તથા બૈજયંત પાંડા ચર્ચામાં ભાગ લેવા હતા. બીજી તરફ INDIA ગઠબંધનના સાંસદોએ બિહારના SIR (Special Intensive Revision) મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ દાખવ્યો હતો. તેઓએ આરોપ મૂક્યો કે વોટર લિસ્ટ સુધારણાની પ્રક્રિયા એનડીએ સરકારના ઇશારે કરવામાં આવી રહી છે, જેથી મતદાનને પ્રભાવિત કરી શકાય.
સદનમાં અંદર અને બહાર, બંને જગ્યાએ આક્ષેપો અને વિરોધો જોયા મળ્યા. એનડીએના સાંસદોએ પણ સમાજવાદી પાર્ટીની સાંસદ ડિમ્પલ યાદવ પર ઇસ્લામિક ધર્મગુરુ મૌલાના સાજિદ રશિદી દ્વારા અપમાનજનક ટિપ્પણીની નિંદા કરતા વિરોધ દર્શાવ્યો. તેઓએ “નારી ગરિમા પર પ્રહાર, નહીં કરશે કભી સ્વીકાર” જેવા પ્લેકાર્ડ લઈને સંસદ પરિસરમાં દેખાવો કર્યા. મૌલાના રશિદી વિરુદ્ધ લખનૌ પોલીસે એફઆઈઆર પણ નોંધાવી છે.