દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતના સમાચાર એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિ અંગ માહિતી બહાર આવી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું. અફઘાનિસ્તાનમાં રાત્રે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Afghanistan at 11:26 am (IST) today.
(Pic: National Centre for Seismology) pic.twitter.com/s4vTwldJdy
— ANI (@ANI) August 29, 2024
વાસ્તવમાં અફઘાનિસ્તાન ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ગઈ. અહીં ભૂકંપની તીવ્રતા 5.4 આંકવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
થોડા દિવસ પહેલા જ આ બંને જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બારામુલ્લામાં 20મી ઓગસ્ટે વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી હતી. સાંજે 6.45 કલાકે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે દિવસે પણ કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નહોતા. બીજી તરફ અફઘાનિસ્તાનમાં દરરોજ ભૂકંપના સમાચાર આવતા રહે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અનુસા, કાશ્મીર ખીણ ભૂકંપ ઝોન 5 માં આવે છે. ભૂકંપના જોખમને લઈને ભારતને ચાર પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. આ ઝોનમાંથી ઝોન 5માં સૌથી વધુ સિસ્મિક જોખમ છે અને ઝોન 2માં સૌથી ઓછું જોખમ છે. કાશ્મીર ખીણ અને ડોડા જિલ્લાના તમામ જિલ્લાઓ સિસ્મિક ઝોન 5 માં આવે છે અને બાકીના જિલ્લાઓ સિસ્મિક ઝોન 4 માં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં 2005માં મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.6 હતી, જેણે ભારે તબાહી સર્જી હતી. આ વિનાશ મોટાભાગે સરહદી ગામોમાં ખાસ કરીને બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં થયો હતો.
ભૂકંપ આવે તો શું કરવું ?
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.