બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહેમદાવાદ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તબક્કે અર્જુનસિંહે જણાવ્યું હતું કે પાર્ટીએ આપેલ જવાબદારી પ્રમાણિકપણે નીભાવિશું અને પ્રચંડ જીત સાથે ભાજપના ઉમેદવારને વિજેતા બનાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુનસિંહ ચૌહાણ આરએસએસ સાથે જોડાયેલ આગેવાન છે. છેલ્લા બે ટર્મ થી તે મહેમદાવાદના ધારાસભ્ય છે. ગત સરકારમાં તે કેબિનેટ મંત્રી તરીકે પણ સફળ કામગીરી બજાવી હતી.
ભાજપ જીલ્લા સંગઠનમાં પણ પ્રમુખ તરીકેનો બહોળો અનુભવ ઘરાવે છે. જેથી વાવ ના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ને મ્હાત કરવા ભાજપે વાવ બેઠક માટે મતદારોનો મૂડ બદલવા ઠાકોર ક્ષત્રિય એવા અર્જુનસિંહ ચૌહાણને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે હોવાનું ચર્ચાઈ રહ્યું જ છે. અતિ મહત્વની અને પાર્ટીની રાજકીય શાખ પડે પ્રતિષ્ઠાને મજબૂત કરનારી આ ચૂંટણી ભારે રસાકસી ભરી રહેશે તેમ જણાઈ રહયું છે.