મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ રમઝાન મહિનામાં થયેલા ધ્રુસક બોમ્બ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કેસમાં આરોપી બનાવાયેલા તમામ 7 લોકોને નિર્દોષ જાહેર કર્યા.
કેસમાંથી નિર્દોષ જાહેર થયા બાદ, સાધ્વી પ્રજ્ઞાએ કોર્ટમાં રડતાં કહ્યું, મને 13 દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો. મેં ખૂબ અપમાન સહન કર્યું. હું સંન્યાસી જીવન જીવી રહી હતી, અમને આતંકવાદી બનાવવામાં આવ્યા હતા. કાયદામાં રહીને પણ જેઓ અમારી સાથે અન્યાય કરે છે તેમની સામે હું બોલી શકતી નથી. હું 17 વર્ષથી સંઘર્ષ કરી રહી છું, ભગવો રંગ કલંકિત થઈ ગયો છે.
સાધ્વી પ્રજ્ઞાએ આગળ કહ્યું, હું તમારા નિર્ણયથી ખુશ છું, તમે મારા દુ:ખ અને વેદનાને સમજ્યા, હું આ કેસ જીતી નથી, આ ભગવા રંગનો વિજય છે. હિન્દુત્વ જીત્યું છે, મારું જીવન અર્થપૂર્ણ બન્યું છે. તેમણે એમ પણ કહ્યું, જેમણે હિન્દુ આતંકવાદ, ભગવો આતંકવાદ કહ્યું તેમને સજા થશે.
NIA कोर्ट में जज को संबोधित करते हुए साध्वी प्रज्ञा सिंह ने कहा, "मैंने शुरू से ही कहा था कि जिन्हें भी जांच के लिए बुलाया जाता है, उनके पीछे कोई न कोई आधार ज़रूर होना चाहिए।
मुझे जांच के लिए बुलाया गया और मुझे गिरफ़्तार करके प्रताड़ित किया गया।
इससे मेरा पूरा जीवन बर्बाद हो… pic.twitter.com/t2bCKbHSus
— One India News (@oneindianewscom) July 31, 2025
કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ કર્નલ પુરોહિતે કહ્યું, “આ ચુકાદો આપવા બદલ હું તમારો આભાર માનું છું, હું સેના માટે કામ કરી રહ્યો છું અને કરતો રહીશ. અમારી સાથે જે કંઈ પણ થયું, હું કોઈને દોષી ઠેરવતો નથી. ઘણી વખત આવી સંસ્થાઓ અને તપાસ એજન્સીઓ બીમાર પડી જાય છે, તેમાં ભ્રષ્ટાચાર છે, આ સંસ્થાઓ ખરાબ નથી. પરંતુ, તેમના કેટલાક લોકો ખરાબ છે જે કાયદાનો દુરુપયોગ કરે છે. દેશ મજબૂત હોવો જોઈએ. પાયો મજબૂત હોવો જોઈએ.
આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. તેમના પર સમગ્ર વિસ્ફોટનું આયોજન કરવાનો આરોપ હતો. એપ્રિલ 2017 માં, બોમ્બે હાઈકોર્ટે વિસ્ફોટના તમામ સાત આરોપીઓને જામીન આપ્યા હતા. પ્રજ્ઞાને આ સમગ્ર કેસમાં લગભગ 8 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. હવે તેણીને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
કોર્ટના ચુકાદા મુજબ, NIA કેસમાં કોઇ દોષ સાબિત કરી શકી ન હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે વિસ્ફોટ માટે કાર કોણે પાર્ક કરી, બોમ્બ કોણે મૂક્યો અને રેકી કોણે કરી તેનો કોઈ મજબૂત પુરાવો નથી. શહેરી વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં મોટરસાયકલ સાથે જોડાયેલા બોમ્બ ફાટતાં 6 લોકોના મોત થયા હતા અને 95 જેટલા લોકો ઘાયલ થયા હતા. એઝન્સીના દાવા મુજબ બાઇક સાધ્વી પ્રજ્ઞાના નામે નોંધાયેલી હતી, જેના આધારે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ.
આ કેસમાં અત્યાર સુધી ઘણા વળાંકો આવ્યા હતા. 2017માં બોમ્બે હાઈકોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા હતા. સાધ્વી પ્રજ્ઞાએ આ કેસમાં લગભગ 8 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. હવે કોર્ટના આખરી ચુકાદા બાદ તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદા સાથે હિન્દુ આતંકવાદના દાવા પર ફરી ચર્ચા શરૂ થઈ છે અને ન્યાયવ્યવસ્થાની પરખ તેમજ તપાસ એજન્સીઓની કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel