મહારાષ્ટ્રના બારામતીમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને NCPના દિગ્ગજ નેતા અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. વિમાન ક્રેશ થયા બાદ તેમાં આગ પણ લાગી હતી, જેના કારણે દુર્ઘટના વધુ ભયાનક બની હતી.
અજિત પવારના નિધન પર દેશના સર્વોચ્ચ નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે બારામતી વિમાન દુર્ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે. અજિત પવાર એક સાચા જનનેતા હતા, જેમનું પાયાના સ્તરે લોકો સાથે મજબૂત જોડાણ હતું. મહારાષ્ટ્રના લોકોની સેવામાં હંમેશા આગળ રહેનારા, મહેનતુ અને વહીવટી સમજ ધરાવતા નેતા તરીકે તેમની ઓળખ હતી. ગરીબ અને પછાત વર્ગને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પ્રશંસનીય હતો. તેમનું અકાળે અવસાન ખૂબ જ આઘાતજનક હોવાનું વડાપ્રધાને કહ્યું.
श्री अजित पवार जी हे जनतेशी घट्ट नाते असलेले, तळागाळाशी मजबूत नाळ असलेले लोकनेते होते. महाराष्ट्रातील जनतेच्या सेवेत सदैव अग्रभागी राहणारे एक मेहनती व्यक्तिमत्त्व म्हणून त्यांना व्यापक आदर होता. प्रशासकीय बाबींची त्यांना सखोल जाण होती. गरीब आणि वंचितांच्या सक्षमीकरणासाठीची… pic.twitter.com/Rn1E8OXQRm
— Narendra Modi (@narendramodi) January 28, 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ આ દુર્ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે અજિત પવારનું અકાળે અવસાન ન પૂરી શકાય તેવી ખોટ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. રાષ્ટ્રપતિએ તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યક્ત કરી.
महाराष्ट्र के बारामती में एक विमान दुर्घटना में महाराष्ट्र के उप मुख्यमंत्री, श्री अजित पवार समेत कई लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। अजित पवार जी का असामयिक निधन एक अपूरणीय क्षति है। उन्हें महाराष्ट्र के विकास में, विशेषकर सहकारी क्षेत्र में, विशेष योगदान के लिए सदैव…
— President of India (@rashtrapatibhvn) January 28, 2026
આ સમગ્ર ઘટનાને લઈને તપાસની માંગ પણ ઉઠી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે ભારત સરકારે આ પ્લેન ક્રેશ મામલે ગંભીર તપાસ કરાવવી જોઈએ, જેથી દુર્ઘટનાનું સાચું કારણ સામે આવી શકે.
આ દુર્ઘટનાએ ભારતના રાજકીય ઇતિહાસમાં થયેલી અન્ય વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓને પણ ફરી યાદ અપાવી દીધી છે. ગુજરાતના અમદાવાદમાં ગયા વર્ષે 12 જૂને થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. તે વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ બચી શકી હતી. વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા.
આ પહેલા, 3 માર્ચ 2002ના રોજ લોકસભાના તત્કાલીન અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા GMC બાલયોગીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ આંધ્ર પ્રદેશમાં ગોદાવરીથી ભીમાવરમ જઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણા જિલ્લાના નજીક તેમનું હેલિકોપ્ટર તળાવમાં પડી ગયું હતું.
2005માં ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ તથા કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમનું હેલિકોપ્ટર દિલ્હીથી ચંડીગઢ જઈ રહ્યું હતું અને સહારનપુર નજીક ક્રેશ થયું હતું.
આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી YS રાજશેખર રેડ્ડીનું 2 સપ્ટેમ્બર 2009ના રોજ હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું હતું. તે જ રીતે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું પણ 23 જૂન 1980ના રોજ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું, જ્યારે તેઓ પોતે પાયલોટ તરીકે વિમાન ઉડાવી રહ્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાય સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ખરાબ હવામાનના કારણે મૈનપુરી નજીક તેમનું વિમાન ક્રેશ થયું હતું. એ જ રીતે, ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું નિધન પણ 8 સપ્ટેમ્બર 2021ના રોજ તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું.
બારામતીની આ દુર્ઘટનાએ ફરી એક વખત દેશને ઝંકૃત કરી દીધો છે અને અજિત પવારના નિધનથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશે એક અનુભવી અને પ્રભાવશાળી નેતાને ગુમાવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel