કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.
મોરારિબાપુ દ્વારા રામકથા માત્ર શ્રવણ ક્રિયા ન બને પરંતુ સામાજિક ક્રાંતિમાં પરિણમે તેવો ખાસ ભાર હોય છે અને તેનાં વિવિધ સારા પરિણામો પણ સમાજને મળ્યાં છે.
મહુવા પાસે કાકીડી ગામમાં રામકથામાં બુધવારે મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ જાહેર કરવામાં આવેલ જેની સામે ગામનાં ગોંદરે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. નાનકડાં એવાં કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે, જેમાં શ્રી મોરારિબાપુ સાથે ચીમનભાઈ વાઘેલા તથા ભરતભાઈ ચાંદ્રાણી અને યજમાન પરિવાર તથા કાર્યકર્તાઓ સાથે સ્થાનિક ગ્રામજનો જોડાયેલાં રહ્યાં. મોરારિબાપુએ અગ્રણીઓ પાસેથી સાથે અહી રોપાયેલાં છોડ વૃક્ષોની માહિતી મેળવી હતી.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)