સરકારી વિનયન કોલેજ વાવ ખાતે નેક અંતર્ગત નેક પીઅર ટીમ તારીખ ૧૦મી અને ૧૧મી ડિસેમ્બરના રોજ એમ બે દિવસ માટે કોલેજની મુલાકાતે આવ્યા હતા, આ પીઅર ટીમમાં નેક દ્વારા ચેરપર્સન ડૉકટર સીમા મલિક, કો- ઓર્ડિનેટર ડૉકટર દિવાકરસિંઘ રાજપૂત તથા કો ઓર્ડિનેટર ડૉકટર સંતોષ કોટીને કોલેજના મૂલ્યાંકન માટે કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મૂલ્યાંકનના પ્રથમ દિવસે શરૂઆતમાં નેક પીઅર ટીમનું સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ, તમામ સ્ટાફગણ સહિત વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું, વિઝીટની શરૂઆતમાં નેક પીઅર ટીમ સમક્ષ કોલેજના પ્રિન્સિપાલ ડૉકટર માલા શર્માએ PPT પ્રેઝન્ટેશન દ્વારા કોલેજનું સમગ્રલક્ષી વ્યું રજૂ કર્યા બાદ આઈ.કયુ.એ.સી. કૉ-ઓર્ડીનેટર ડૉકટર એસ.બી.ચારણ દ્વારા આઈ.કયુ.એ.સી.ની કામગીરી રજૂ કરવામાં આવી. ત્યારબાદ કોલેજના ગુજરાતી, ઈતિહાસ, સંસ્કૃત, હિંદી, સમાજશાસ્ત્ર એમ દરેક વિભાગનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રેઝન્ટેશન સેશન પૂર્ણ થયા બાદ નેક પિયર ટીમ દ્વારા કોલેજના દરેક વિભાગ, વિવિધ પ્રવૃતિઓ, લાયબ્રેરી, NSS, CWDC, વહીવટી વિભાગ, વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ તેમજ કોલેજના બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવી તથા કોલેજની જરૂરી સુવિધા વ્યવસ્થા વગેરે બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા. ભોજન બાદ નેક પિયર ટીમ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે મિટિંગ કરી હતી અને ત્યારબાદ ટીમ સમક્ષ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયા હતા.