શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા જામફળ ના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો સફેદ- લાલ તથા મોટા જામફળ નો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો.
સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી અને દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો આપ પ્રસંગે રામધૂન કરવામાં આવી. આ જામફળ ના પ્રસાદનું વિતરણ રવિવારે સવારે આઠ કલાકે થી કરવામાં આવશે.
આ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે,
આ મંદિર 142 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દાદાને દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી ભક્તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.