વાલોડ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો માં કેટલાય વર્ષોથી કુપનો વગર અનાજ આપવામાં આવે છે .
કુપન વગર અનાજ આપવાથી રાશન કાર્ડ ધારકોને અનાજ પણ ઓછું આપવામાં આવતું હોવાનું વારંવાર સાંભળવા મળે છે .
વાલોડ તાલુકા પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર અને વાલોડ ઇન્ચાર્જ મામલતદારને આ બાબતે પૂછવામાં આવતા એમને જણાવ્યું હતું કે, દુકાનોમાં ગ્રાહકોને ફરજિયાત કૃપાનોથી જ અનાજ આપવામાં આવે, અમે આ બાબતે વાસ્તવિકતા શું છે એ તપાસ કરવા માટે વાલોડ તાલુકાની સરકારી અનાજ ની દુકાનોમાં મુલાકાત લીધી ત્યારે અમને ૮૦ થી ૯૦% દુકાનોમાં વગર કૂપને ફક્ત કાપલી ઉપર લખીને જ અનાજ આપવામાં આવે છે એ જોવા મળ્યું
કુપન બાબતે દુકાનદારને પૂછવામાં આવતા ફક્ત ને ફક્ત એક જ પ્રકારના જવાબ દરેક દુકાનેથી આપવામાં આવે છે કે પ્રિન્ટર બગડી ગયું છે, એના સિવાય બીજો કોઈ પણ પ્રકારનો એ લોકો જવાબ આપતા નથી.
આ બાબતે ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર અને ઇન.ચાર્જ મામલતદારને મળીને રૂબરૂ જાણ કરતાં એમણે જણાવ્યું હતું કે, અમે વિઝીટ કરીશું અને જે પણ કસૂરવાર હશે એને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પણ આજ સુધી અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી, એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી તો જાણવા મળ્યું કે દરેક દુકાનદાર પાસેથી દર મહિને અધિકારીઓને આપવા માટે વહીવટદાર દ્વારા હજારો રૂપિયા ની ઉઘરાણી કરવામાં આવે છે
સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આ વહીવટદાર કોણ છે ? અને કયા અધિકારીઓને દર મહિને કેટલા રૂપિયા આપવામાં આવે છે ?
તો શું અધિકારીઓ અને દુકાનદારોની આમાં મિલીભગત છે ??
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel