શ્રી સંતરામ મંદિર, નડિયાદની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના k.g.ના નાના-નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાલયમાં ” રામલીલા ” રજૂ કરવામાં આવેલ રામાયણના જીવંત પ્રસંગો ને લઈ k.g. ના વિદ્યાર્થીઓએ રામાયણ રજૂ કર્યું. શ્રી રામજન્મથી લઈ 14 વર્ષના વનવાસ બાદ ભગવાન શ્રીરામ માતા જાનકી , ભાઈ લક્ષ્મણ તથા હનુમાનજી સાથે જ્યારે અયોધ્યામાં પરત ફરે છે ત્યારે આખીય અયોધ્યા દીપમાળાઓથી શણગારવામાં આવે છે અને ત્યારથી જ દિવાળીની શરૂઆત થાય છે. આ નાના નાના વિદ્યાર્થીઓએ આપણા સનાતન ધર્મની સાચી ઓળખ આપી દિવાળીનું મહત્વ સમજાવ્યુ.
આમ શ્રી સંતરામ મંદિર ની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હિન્દુ ધર્મના દરેક તહેવારો નાના નાના ભૂલકાઓ સરળતાથી સમજી શકે તેવા અનેક પ્રયત્નો વિદ્યાલય દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ નાના નાના ભૂલકાઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ આપ્યા હતા.