ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેટ મોનીટરીંગ સેલે પીજ ભાગોળ વિસ્તારમાં છાપો મારી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની જવાનોને ગઈકાલે રાત્રીના સુમારે માહિતી મળી હતી. વિદેશી દારૂના બુટલેગર ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ અને સચીન જીતુભાઈ મહિડાનો પીજ ભાગોળ ખાતે આવેલા દાંડીયા ફળીયામાં મોટાપાયે વિદેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે, જેથી પોલીસે છાપો મારતાં બે કો ચાલી રહ્યો છે. શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. જેમના નામઠામ પુછતાં રાજાભાઈ દિલીપભાઈ મહીડા અને જીતુભાઈ અરવિંદભાઈ ચૌહાણ (રે. બન્ને નડીઆદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસ ઓરડીમાં તપાસ કરતા વિદેશી દારૂ બિયરની નાની મોટી કુલ ૬૦૦ જેટલી હતી. જેની કિંમત ૯૫૦૮૫ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે સાથે કુલ એક લાખ ઉપરાંતની મતાનો મુદ્દામાલ જમા કર્યો હતો.