નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, શુક્રવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવેલ, અસંખ્ય દીપમાળાઓથી મંદિર ઝગમગી ઉઠ્યું અને ભવ્ય રોશની કરવામાં આવી હતી. ખેડા જિલ્લા સાંસદ અને લોકસભાના મુખ્ય દંડક દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે સ્વયંમ સેવકો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
દર વર્ષે જે રીતે દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે, તે રીતે આ વર્ષે હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવવામાં આવેલ, અગીયારસ થી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે, દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે, આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠે છે, અને વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં ૧ લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.
દેવ દિવાળી નિમિત્તે શ્રી સંતરામ મંદિરમાં સવા લાખ દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, આ સાથે જય મહારાજના નાદ સાથે ચારેય કોર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.