નાટોના નવા મહાસચિવ માર્ક રુટેએ બુધવારે એક તીવ્ર અને ચોંકાવનારા ભાષામાં ચેતવણી આપી છે કે જો બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશો રશિયા સાથે વ્યાપાર સંબંધો ચાલુ રાખશે, તો તેમના પર “ભારે ભરખમ સેકન્ડરી સેન્કશન્સ” લાદવામાં આવશે. આ ચેતવણી તેમણે અમેરિકન કોંગ્રેસના સાંસદો સાથેની મુલાકાત દરમિયાન ઉચ્ચારી હતી. રુટેનો સંદેશ સ્પષ્ટ હતો—પુતિનને સમર્થન આપતા અથવા તેના યુદ્ધ મશીનમાં પરોક્ષ રીતે પણ સહાય કરતા દેશો હવે વૈશ્વિક દબાણમાંથી બચી નહીં શકે.
રુટેનું નિવેદન માત્ર નાટોનું કડક વલણ દર્શાવતું નથી, પણ તે ડોનાલ્ડ ટ્રમ્પના તાજા ધમકીભર્યા નિવેદન સાથે પણ જોડાયેલું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી 50 દિવસોમાં યુક્રેન વિરુદ્ધની લડાઈને શાંતિપૂર્વક નિવારી નહીં કરે, તો તેઓ રશિયાની નિકાસ પર આધારિત વેપાર કરતાં દેશો સામે 100 ટકા ટેરિફ લાદી દેશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “જો કોઈ દેશ પુતિનને સપોર્ટ આપશે, તો તેને ભોગવટા માટે તૈયાર રહેવું પડશે.”
NATO THREATENS India, China and Brazil
Bloc chief Rutte says they’ll be hit ‘very HARD’ by Trump’s sanctions
Tells them to call Putin
P.S. These dirty rabid animals need to be put to sleep. pic.twitter.com/tSulO9s3Iz
— Levan Gudadze (@GudadzeLevan) July 15, 2025
રુટેએ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ચેતવણી આપતાં કહ્યું કે તેઓ હવે પુતિનને ફોન કરીને શાંતિ મંત્રણામાં ભાગ લેવાની માગણી કરે, નહીંતર ભારતને પણ આર્થિક રીતે મોટી હાનિનો સામનો કરવો પડી શકે છે. તેઓએ કહ્યું, “જો તમે બેઈજિંગ, દિલ્હી કે બ્રાઝિલિયામાં છો – કે તેમના નેતાઓ છો – તો તમારે હવે ગંભીર થવું પડશે. રશિયાને સહકાર આપશો તો વિશ્વ વ્યાપી પ્રતિબંધો તમને પણ ઘાયલ કરી દેશે.”
રુટેએ વધુમાં જણાવ્યું કે યુરોપીય યુનિયન યુક્રેનને શાંતિ મંત્રણામાં મજબૂત સ્થિતિમાં લાવવા માટે વધુ નાણાંકીય સહાય અને સ્ટ્રેટેજિક સપોર્ટ આપશે. અમેરિકા અને યુરોપ વચ્ચે થયેલી તાજેતરની સમજૂતી હેઠળ યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ્સ, મિસાઈલો અને વિશાળ માત્રામાં ગોળાબારુદ ઉપલબ્ધ કરાવાશે, જેના ખર્ચનો મોટો હિસ્સો યુરોપ ભોગવશે.
આ આખી પરિસ્થિતિનો ભાવ એ છે કે હવે રશિયા સામે લડાઈ કેમ માત્ર યુક્રેનની રહી નથી, પણ તે વૈશ્વિક વ્યૂહાત્મક લડાઈ બની ગઈ છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર દબાણ વધારીને પશ્ચિમીય દેશો ઈચ્છે છે કે પુતિનને એકલવો પાડી શકાય અને યુદ્ધનો અંત લાવવામાં સહયોગ મળી શકે.