‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મળેલી બેઠકમાં ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. અહીંયા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે.
સર્વત્ર વધતાં પ્રદૂષણ અને પર્યાવરણમાં થતાં ચિંતાજનક ફેરફારો સામે વિદ્યાર્થીઓ સજાગ બની પોતાની શી ભૂમિકા ભજવી શકે તે સંદર્ભે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે વિદ્યાર્થીઓ સાથે ‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ગઈ.
ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી અને મૂકેશકુમાર પંડિત દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા સંવાદ કરવામાં આવ્યો. આ બેઠકમાં અગ્રણી વીરશંગભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ રહી.
આચાર્ય ચિંતનભાઈ ત્રિવેદી તથા શિક્ષક વિપુલભાઈ મકવાણાનાં સંકલન સાથે આ બેઠકમાં આમ અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણનાં પાઠ ભણાવાયા છે. આ સાથે ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધા કાર્યક્રમોમાં ભાગ લઈ ઉજ્જવળ દેખાવ કરેલ તેજસ્વી વિદ્યાથીઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared