GST કાઉન્સિલે તાજેતરમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, દેશભરમાં નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે નવા દરો અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી દીધી હતી. 3 સપ્ટેમ્બરે યોજાયેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અનુસાર, અગાઉના 5 GST સ્લેબને દૂર કરીને હવે ફક્ત 2 સ્લેબ – 5% અને 18% – અમલમાં રહેશે. આ પગલાથી અનેક ચીજવસ્તુઓ સસ્તી થવાની આશા છે, ખાસ કરીને સામાન્ય માણસના દૈનિક જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ પરનો ભાર ઘટાડાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ નવી પેઢીની ટેક્સ સિસ્ટમ અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે, કારણ કે હવે લોકોના હાથમાં વધુ રોકડ રહેશે. તેમણે સમજાવ્યું કે 12%ના સ્લેબ હેઠળ આવતી લગભગ 99% વસ્તુઓને હવે 5% સ્લેબમાં ખસેડવામાં આવી છે, જ્યારે 28% સ્લેબ હેઠળ આવતી 90% વસ્તુઓને 18% સ્લેબમાં લાવવામાં આવી છે. તેના કારણે FMCG સહિતની મોટી કંપનીઓએ પણ સ્વેચ્છાએ પોતાના ઉત્પાદનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે જેથી ગ્રાહકોને તરત જ રાહત મળી શકે.
NEW GST RATES NOTIFICATION ISSUED FOR GOODS – EFFECTIVE FROM 22ND SEPTEMBER.https://t.co/HkFJHUVZCa pic.twitter.com/LmuXXCm3wq
— CA Himank Singla (@CAHimankSingla) September 17, 2025
સીતારમણના જણાવ્યા મુજબ, આ સુધારા લાગુ કરતા પહેલા સરકારએ પાંચ મુખ્ય માપદંડોને પ્રાથમિકતા આપી હતી – ગરીબ અને મધ્યમ વર્ગને રાહત, મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરવી, ખેડૂતોને ટેકો, MSMEને પ્રોત્સાહન, તેમજ રોજગાર સર્જન અને નિકાસ ક્ષમતા ધરાવતા ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવું. તેમણે આંકડા સાથે જણાવ્યું કે GSTથી આવકમાં છેલ્લા થોડા વર્ષોમાં વિશાળ વૃદ્ધિ નોંધાઈ છે – નાણાકીય વર્ષ 2017-18માં ₹7.19 લાખ કરોડની GST આવક 2025માં વધીને ₹22.08 લાખ કરોડ થઈ ગઈ છે. ટેક્સપેયર્સની સંખ્યા પણ 6.5 મિલિયનથી વધી 15.1 મિલિયન થઈ છે.
સીતારમણે ભારપૂર્વક કહ્યું કે GST કાઉન્સિલ એ સ્વતંત્રતા પછીની એકમાત્ર બંધારણીય સંસ્થા છે, જે સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે. તેમણે પૂર્વવર્તી UPA સરકારની ટીકા કરતાં જણાવ્યું કે, દાયકાઓ સુધી સત્તામાં રહી છતાં તેઓ GST લાવી શક્યા નહોતાં અને રાજ્યોને મનાવી શક્યા નહોતાં.
આ સુધારા પછી ખાસ કરીને જીવનજરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ જેમકે ખાદ્ય પદાર્થો, શૈક્ષણિક સામગ્રી (જેમ કે પેન્સિલ, સંચો વગેરે) સસ્તી થવાની છે. એટલે કે આ નિર્ણયથી સામાન્ય નાગરિકને સીધો લાભ મળશે અને અર્થતંત્રને નવી ગતિ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel