રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સંગ્રહ થશે, 150 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળસ્તર ઊંચા થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનએ બાળપણમાં માતા હીરાબાનો પાણી માટેનો સંઘર્ષ જોઈ સમગ્ર ગુજરાતને પાણીની અછતમાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. 2005માં નર્મદા–સાબરમતી–સરસ્વતી નદીના સંગમથી શરૂ થયેલ નદીઓના એકત્રિકરણ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતને નવી જીવનરેખા મળી.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે હીરાબા સરોવરનું નામ વડાપ્રધાનની માતા સાથે જોડાવું એ ઐતિહાસિક ક્ષણ છે. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી ગુજરાતે જળ વ્યવસ્થાપનમાં સમગ્ર દેશમાં નવું મોડેલ સ્થાપ્યું છે.
લોકાર્પણ સમારોહમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક મહાનુભાવો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel