વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક MOU થયા છે. ગુજરાતે રૂ.45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે tweet કરીને આ જાણકારી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2024 ने नया कीर्तिमान रचा है।
वर्ष 2022 में कोरोना महामारी के कारण स्थगित वाइब्रेंट समिट में 57, 241 प्रोजेक्ट्स में 18.87 लाख करोड़ रुपए के MoUs हुए थे।
जनवरी 2024 में आयोजित वाइब्रेंट समिट…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 12, 2024
તો જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.