નડિયાદમાં વિકેવી રોડ પર બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બાઈકચાલકની ઓવરસ્પીડ અને ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ આવે છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં વિકેવી રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજમા બાઈક ચાલકે એક વૃદ્ધને ટક્કર માર્યા બાદ સીધો કાર નીચે ઘૂસી ગયો હોવાનું જોવા મળી રહ્યો છે. બાઈક ચાલકની ઓવર સ્પીડ અને બેદરકારીને કારણે ઘટના બની હોવાની સ્પષ્ટતા થવા પામેલ છે, આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનો મૃત્યુ થયું છે, ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.