માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામમાં આંગણવાડી કેન્દ્રમાં થઈ. ઈશ્વરપુર વિસ્તાર કેન્દ્રમાં આ કાર્યક્રમ યોજાયો.
સંકલિત બાળ વિકાસ યોજના કચેરી અંતર્ગત માર્ગદર્શિકા મુજબ માતા અને બાળકોની કાળજી હેતુ પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે ઈશ્વરિયા ગામમાં ઈશ્વરપુર વિસ્તાર આંગણવાડી કેન્દ્ર દ્વારા થઈ.
પોષણ સંગમ જાગૃતિ હેતુ નિવૃત્ત મુખ્યસેવિકા હેમાબેન દવેના માર્ગદર્શન સાથે શિક્ષક દીપકભાઈ ખીમસુરિયાની પ્રેરક ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ યોજાયેલ. ઈશ્વરિયા આંગણવાડી ૧ તથા ૩ દ્વારા સંયુક્ત આયોજનમાં સંચાલિકા નીતાબેન ચૌહાણ અને નિધિબેન દવેના સંકલન સાથે બાળકોને પ્રોત્સાહિત કરાયેલ તથા પુરસ્કાર પણ આપવામાં આવ્યાં.
આંગણવાડી સહાયકો રંજનબેન દવે તથા રીનાબેન પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. અગ્રણીઓ સુરેશભાઈ મકવાણા તથા ત્રિકમભાઈ નાકરાણી સાથે વાલીઓ જોડાયેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel