તારાપુર તાલુકાના મોરજ ગામની ઈન્દિરાકોલોની વિસ્તારમાંથી પોલીસએ ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલા દરોડામાં ગૌવંશની કતલ કરી તેના માંસના ટુકડા કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.
પોલીસે મોરજ ઈન્દિરાકોલોનીમાં રહેતા નજીરમીયા અબ્દુલરહેમાન કુરેશીના ઘરમાં દરોડો પાડતાં, નજીરમીયા તથા તેની પત્ની યાસ્મીનાબાનુ ગૌમાંસના ટુકડા કરતા ઝડપાયા હતા. દરોડા દરમિયાન કતલ માટેના સાધનો સાથે ૮૦થી ૧૦૦ કિલોગ્રામ જેટલું ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું.

જપ્ત કરાયેલ ગૌમાંસને જેસીબી મશીનની મદદથી ખાડો ખોદી દાટી દેવામાં આવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ બાબતે પીઆઈ કે. ડી. બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે હાલ દંપત્તિને અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગૌવંશ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો, તેમજ અગાઉ કેટલા ગૌવંશની કતલ કરવામાં આવી છે તે સહિતના મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવેશ સોની
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel